ગીર સોમનાથ જિલ્લાની જુદી-જુદી કચેરીના પરીસરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંઘ.

પ્રવર્તમાન સમયમા વિવિધ સમુદાયો દ્રારા પોતાની માંગણીઓ પુરી કરવા માટે મોટી સંખ્યામા માણસો કલેકટર કચેરીમા ઘસી આવે છે. જુદા-જુદા સંગઠનો દ્રારા વિવિધ માંગણીઓ સબબ, સોશીયલ મીડીયા દ્રારા સામાજિક/જાતિ અંગે વાયરલ કરવામા આવતા મેસેજોથી બનતી ઘટનાહો/બાબતોએ અવાર-નવાર સરકારી કચેરીઓ સમક્ષ લોકો રજુઆતના બહાને, માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી, પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. તેમજ જુદી-જુદી સંસ્થાઓ તથા અરજદારો તેઓની માંગણીના સંદર્ભે આ કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસે છે. જેના કારણે આ કચેરીમા આવતા અરજદારોને મુશ્કેલી થાય છે. આ કચેરીના પરીસરની આસપાસમાં લોકો ઉપવાસ ઉપર બેસી જવાથી આદર્શ વહીવટી પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન થાય છે. તેમજ રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે તેઓને ખસેડવા માટે બળનો પ્રયોગ કરવાની ફરજ પડે છે. જેથી તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાવાની, કાયદો વ્યવસ્થાની જાળવણીમા બાધા ઉત્પન્ન થવાની અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની તેમજ સરકારી મિલકતને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.

જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લેવા આવશ્યક છે. ગીર સોમનાથ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટશ્રી બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લા સેવા સદન, વેરાવળ-તાલાળા રોડ, મુ.ઈણાજ પાટીયા, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથ તેમજ પ્રાંત અધિકારીશ્રીની કચેરી, વેરાવળ અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ઉનાની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યામા જુદા-જુદા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરેલ છે. કોઈએ ઉપવાસ તથા ધરણા ઉપર બેસવુ નહિ, જોહેર સુલેહ શાંતિ જોખમાઈ તેવા સુત્રો પોકારવા નહિ, કોઈપણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહિ, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ સાથે રાખવા નહિ, અસામાન્ય સંજોગો તથા સુલેહશાંતી ભંગ કરવાના ઈરાદા પુર્વકના આશયથી ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવુ નહિ કે અતિક્રમણ કરવુ નહિ, આ કચેરીની આસપાસ કે આ કચેરીના પરિસરમાં ગંદકી/કચરો કરવો નહિ. આ હુકમ તાત્કાલીક અસરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *