ખંભાળીયામાં એકી બેકી નંબર પ્રમાણે વાહન પાર્કિંગ અંગેનું પ્રાથમિક જાહેરનામું રદ

ખંભાળીયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્‍લાનું મુખ્‍ય મથક હોય તમામ સરકારી કચેરીઓ શહેરમાં આવેલ હોઇ, શહેરમાં વધતા જતા ટ્રાફીકના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફીકની સમસ્‍યા ઉભી થાય છે. જેથી શહેરના જાહેર માર્ગો ઉપર ખાનગી વાહનોની પાર્કિંગ વ્‍યવસ્‍થા ઉભી કરવાનું આવશ્‍યક જણાતાં જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તા.૨૨-૭-૨૦૨૦ના રોજ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી ખંભાળીયાના જુદા જુદા રસ્‍તાઓ પર મહિનાની એકી તારીકે રસ્‍તાની જમણી બાજુ તેમજ બેકી તારીખે રસ્‍તાની ડાબી બાજુ વાહન પાર્ક કરવા હુકમ કરતો જાહેરનામાનો મુસદો તૈયાર કરી ૩૦ દિવસ સુધીમાં વાંધા સુચનો મંગાવેલ. સબબ શ્રી કાળુભાઇ ચાવડા, પુર્વ ધારાસભ્‍ય ખંભાળીયા તથા ખંભાળીયા શહેરના જુદા જુદા એસોશિએશનના પ્રમુખ/ મેમ્‍બર્સ દ્વારા રજુ વાંધા/સુચનો તેમજ તે અન્‍વયે સબ ડીવીઝનલ મેજિસ્‍ટ્રેટશ્રી ખંભાળીયા દ્વારા રજુ થયેલ અભિપ્રાય ધ્‍યાને લેતા, ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ ખંભાળીયા શહેરમાં ઓડ-ઇવન પધ્‍ધતિ પ્રમાણે પાર્કિંગ વ્‍યવસ્‍થા અંગે તા.૨૨-૭-૨૦૨૦ના જાહેરનામાંથી પ્રસિધ્‍ધ કરેલ પ્રાથમિક જાહેરનામું રદ કરવા હુકમ કરેલ છે. ૦૦૦૦૦૦ સમાચાર સં. ૪૯૬ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં હથિયારબંધી દેવભૂમિ દ્વારકા તા.૧૯, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે શ્રી કે.એમ.જાની અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્‍કાલીક અસરથી તા.૧૬/૧૧/૨૦૨૦ ના ૨૪-૦૦ કલાક સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. શસ્‍ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠીબ અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા પહોંચાડી શકે તેવુ કોઇપણ સાધન લઇ જવું નહિ. ક્ષયકારી કે સ્‍ફોટક દારૂગોળો લઇ જવા, મનુકષ્‍ય, તેના શબ કે અન્‍ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *