રાજકોટ શહેરને કોરોના મુક્ત કરવા મહાનગરપાલિકાની ઝુંબેશરૂપી કામગીરી

કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૧૬-૧૦-૨૦૨૦ ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૦૦૧૬ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૦૯ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી.

        મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૧૬-૧૦-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૧૮ ની ઓ.પી.ડી. સહીત ૧૦૮૯૮ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૧૭૬૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

        શહેરીજનો માટે શરૂ કરેલ ‘૧૦૪ સેવા’ અંતર્ગત તા. ૧૬ મી ના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૪૮ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૩૪ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ‘૧૦૮ સેવા’ માં ૪૭ ફોન આવેલ હતા અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૮.૧૭ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

        હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્વારા કાર્યરત ૩૦ સંજીવની રથ દ્વારા તા. ૧૬ ના રોજ ૮૪૭ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી. 

        તા. ૧૬ ના રોજ શહેરના અંબિકા ટાઉનશીપ – નાનામવા રોડ, ફાયર બ્રિગેડની સામે – નિર્મલા કોન્વેન્ટ રોડ, વિજયનગર – નવા થોરાળા, શ્રી કોલોની – પંચવટી મેઈન રોડ, નવલનગર, સ્વપ્નસિધ્ધી પાર્ક – એરપોર્ટ રોડ, જીવન નગર – રૈયા રોડ, જયરાજ પ્લોટ – કેનાલ રોડ અને ચંપકનગર – પેડક રોડના વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *