સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ નિર્ણય – વહુને પોતાના સાસુ- સસરાના ઘરે રહેવાનો અધિકાર.

સુપ્રીમ કોર્ટે આજ રોજ દેશની પુત્રવધૂઓની તરફેણમાં આજે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પુત્રવધૂ ને તેના પતિના માતાપિતાના ઘરે રહેવાનો અધિકાર છે. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજ ની બેંચે તરુણ બત્રા મામલામાં બે જજની બેન્ચે અગાઉ આપેલા નિર્ણયને બદલી નાખ્યો હતો. 

ઉલ્લેખની છે કે, તરુણ બત્રા કેસમાં બે ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું હતું કે કાયદા પ્રમાણે પુત્રીઓ તેમના પતિના માતા પિતાની સંપત્તિમાં રહી શકતી નથી. જો કે હવે ત્રણ સભ્યોની બેંચે તરુણ બત્રાના મામલામાં આવેલા આ નિર્ણયને ઉલટાવીને કોર્ટે કહ્યું કે પુત્રીને ફક્ત પતિની અલગ અલગ મિલકતમાં જ નહીં પરંતુ સહિયારી મિલકતમાં પણ રહેવાનો અધિકાર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *