કઈ ચેનલોની TRP રેટિંગ હાલ પુરતું BARC નહિ ગણૅ ?

ન્યુઝ ચેનલોના ટીઆરપી કૌભાંડ બાદ ટૅલીવિઝન રેટિંગ માપતી સંસ્થા BARC એ આવનારા ૧૨ અઠવાડિયા સુધી ન્યુઝ ચેનલોના TRP માપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. BARC એ મુંબઈ પોલીસ વડે ટીઆરપી કૌભાંડનો ઘટસ્ફોટ કરતા બાર્કએ આ પગલું ભર્યુ છે. ત્યાં જ ન્યુઝ બ્રોડકાસ્ટિંગ અસોસિએશનએ બાર્કના આ નિર્ણયનો સ્વાગત કર્યો છે. બાર્ક તરફથી કહેવાયું છે કે હિંદી, પ્રાદેશિક, અંગ્રેજી સાથે તમામ બિઝનેસ ચેનલો આ નિર્ણય હેઠળ આવશે. જો કે ટેકનીકલ કમિટીના નિરીક્ષણ હેઠળ રાજય અને ભાષાના આધારે દર્શકોની અઠવાડિક અનુમાનિત સંખ્યા દર્શાવવાનું ચાલું રાખશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *