RBI ની એ જાહેરાત જે રાહત આપનારી નથી. શું જાળવી રાખતાં રાહતની આશા ગુમાવી ?

નવરાત્રિ અને દિવાળીની ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે. અને આ સિઝન પહેલાં RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનું પરિણામ જાહેર થયું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પરિણામો અંગે જાણકારી આપી હતી.

શક્તિકાંત દાસે જણાવ્યું કે, રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એનો મતલબ કે રેપો રેટ ચાર ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તહેવારી સિઝનને જોતાં લોકોને રેપો રેટ ઓછો થવાની આશા હતી. પણ આરબીઆઈ ગવર્નરે આશા પર પાણી ફેરવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં થયેલી MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો. જો કે, તે પહેલાંની બે બેઠકોમાં આરબીઆઈ રેપો રેટ 1.15 ટકા ઓછો કરી ચૂકી છે.

  • RBI ગવર્નરે કહ્યું કે, આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપીનો ગ્રોથ પોઝિટિવમાં આવે.
  • તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે કોવિડને રોકવાને બદલે વધારે ફોકસ ઈકોનોમીને બેઠી કરવા પર છે.
  • દાસે જીડીપી ગ્રોથનું અનુમાન નેગેટિવ 9.5 ટકા રાખ્યું છે. તો નાના લોનધારકો માટે 7.5 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપી દેવામાં આવી છે.
  • નવી હાઉસિંગ લોન પર રિસ્ક વેઈટેજને ઓછું કરી દેવામાં આવ્યું છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે RTGS 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *