એક્ટ્રેસ સના ખાને પણ ધર્મના નામે બોલિવૂડ છોડ્યું.

‘બિગ બોસ 6’, ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો માર્ગ પકડી લીધો છે. સનાએ શો બિઝનેસ છોડી દીધો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફત શેર કરી. સનાએ લાંબી પોસ્ટ મારતે લખ્યું કે તે માનવતાની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.’બિગ બોસ 6’, ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો માર્ગ પકડી લીધો છે. સનાએ શો બિઝનેસ છોડી દીધો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફત શેર કરી. સનાએ લાંબી પોસ્ટ મારતે લખ્યું કે તે માનવતાની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.

સનાએ આ પોસ્ટ રોમન, અંગ્રેજી અને અરબીમાં લખી છે. તેણે લખ્યું છે કે ‘ભાઈઓ તથા બહેનો, આજે હું મારી જિંદગીના એક મહત્ત્વના પડાવ પર તમારી સાથે વાત કરી રહી છે. હું વર્ષોથી શો બિઝની જિંદગી જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો ફેમ, ઈજ્જત અને પૈસો મારા ફેન્સ પાસેથી નસીબ થયો જેના માટે હું આભારી છું, પરંતુ હવે થોડા દિવસથી એ વિચાર મારા પર હાવી થઈ ગયો છે કે માણસનો દુનિયામાં આવવાનો હેતુ શું માત્ર એ જ છે કે તે પૈસા અને નામ કમાય? શું તેની આ જવાબદારી નથી કે તે પોતાની જિંદગી તે લોકોની સેવામાં પસાર કરે જે નિરાધાર અને નિઃસહાય છે?

માટે આજે હું આ જાહેર કરું છું કે આજથી હું મારી શો બિઝ લાઈફ છોડીને માણસાઈની સેવા અને મને પેદા કરનારાના હુકમ પર ચાલવાનો નિર્ણય લઉં છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તેઓ મને શો બિઝના કોઈપણ કામ માટે આમંત્રણ ન આપે. ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *