‘ડિજિટલ સેવા સેતુ’ કાર્યક્રમ વડે રાજય સરકાર ગ્રામીણજનોને સરકારી સેવાઓ પંહોચાડશે.

8 ઓક્ટોબર, 2020થી પ્રથમ તબક્કામાં ગુજરાતના 2000 ગામોમાં ‘ડિજિટલ સેવા સેતુ’ કાર્યક્રમ શરૂ કરાશે.ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર – ગ્રામ પંચાયત કચેરીએથી રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલેયર સર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ મળશે.ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ આગામી 8 ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવશે.  .

અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.

ડિજિટલ સેવા સેતુને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીંં જવું પડે. ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8 હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે. સીએમે જણાવ્યું કે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રને પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *