IPLમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે દિલ્હી કેપિટલ્સની મોટી જીત, સ્ટોઈનિસ-રબાડા ના કારણે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી.

IPLની 13મી સિઝનની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ને 59 રનથી હાર આપી છે. આ IPLમાં બેંગ્લુરુ સામે દિલ્હીની સૌથી મોટી જીત છે. આ અગાઉ દિલ્હીએ બેંગ્લુરુને 2010માં 37 રનથી હાર આપી હતી. આ જીત સાથે જ દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે. માર્ક્સ સ્ટોઈનિસ (53 રન નોટઆઉટ) અને કગિસો રબાડા (4 વિકેટ) જીતના હિરો રહ્યા.

ટોસ હાર્યા બાદ બેટીંગ કરવા ઉતરેલી દિલ્હીએ બેંગ્લુરુને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેંગ્લુરુએ 9 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. રબાડા ઉપરાંત દિલ્હી માટે એનરિચ નોર્તજેએ 2 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *