મોબાઈલનું ઈંટરનેટ કનેકશન નહોતું મળતું તો વિધાર્થીઓના ભણવા માટે સોનુ સુદે ફરી કમાલ કરી. કેવી રીતે ?

હરિયાણાના મોરની ગામના બાળકો સ્લો ઈન્ટરનેટથી પરેશાન હતા અને તેના કારણે તેઓ ઓનલાઈન ક્લાસિસ અટેન્ડ નહોતા કરી શકતાં. જેથી સોનુ સૂદે તેના એક મિત્ર કરણ ગિલહોત્રાની મદદથી ગામમાં મોબાઈલ ટાવર લગાવડાવી દીધું, જેથી બાળકો ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકે. સોનુને આ બાળકોની સમસ્યાની જાણ સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો દ્વારા થઈ. વીડિયોમાં એક બાળક મોબાઈલ સિગ્નલ મેળવવા માટે ઝાડની ડાળ પર બેઠો હતો, જેથી બાકીના બાળકોને હોમવર્ક કરાવી શકે. આ પોસ્ટમાં સોનુ અને કરણને ટેગ કરવામાં આવ્યા હતા, જે બાદ આ બાળકોની પરેશાની અંગે જાણ થઈ. 

આ અંગે વાત કરતા સોનુએ કહ્યું- બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે અને તેમને સારાં ભવિષ્ય માટે તક મળવી જોઈએ. મને લાગે છે કે, આવી સમસ્યાઓ કોઈને પણ તેની ક્ષમતા સુધી પહોંચવામાં બાધારૂપ ન થવી જોઈએ. આ મારા માટે સન્માનની વાત છે કે, મૈં એક અંતરિયાળ ગામમાં બાળકોની ઓનલાઈન ક્લાસિસમાં મદદ માટે ટાવર લગાવવામાં મદદ કરી. હવે બાળકોને ઝાડ પર બેસવાની જરૂર નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *