108,181,104,1962 જેવી હેલ્પલાઈન સેવાઓ કયા કારણથી આજે 2-3 ક્લાક માટે ઠપ્પ થઈ હતી.

BSNLના કેબલમાં ફોલ્ટ સર્જાતા રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા સહિત 104, 181, 1962 જેવી હેલ્પલાઇન સેવાઓ આજે સવારે 11:00 થી બપોરે 2:20 સુધી ઠપ્પ થઇ હતી. આખરે સેવા પૂર્વવત કરવામાં આવી. સેવાઓ બાધિત થવાની જાણ થતાં જ હેલ્પલાઈન સેવાના સંચાલકોએ સરકાર અને BSNL ના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં તાત્કાલિક સેવા પૂર્વવત કરવા માટેના પ્રયત્નો શરુ કરાયા હતાં. જો કે ત્રણ કલાકની જહેમત બાદ સેવા પૂર્વવત થઈ શકી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *