ONGC હજીરાના પ્લાંટમાં મળ્સ્કે થયો પ્રચંડ ધડાકો અને કેટલાક સુરતીઓ સફાળા જાગ્યા.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકો થયો હતો.ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોની સાથે છેક વેસુ અને પાલ સુધી લોકોએ ધડાકાની પ્રચંડતા અનુભવી હતી અને લોકો ઊંઘમાંથી જાગી ગયા હતાં. . મુંબઇથી આવતી પાઇપ લાઈનમાં ધડાકો થયો હતો.

સુરક્ષાને ધ્યાનમાં રાખતાં મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયુ હતું. ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઈ હતી. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રેક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતાં. ONGC એ પોતાના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પરથી માહિતી આપી હતી કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિ કે ઈજાનો બનાવ બનવા પામ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *