એક્ટર પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના પ્રમુખ બનાવવામાં આવ્યા

બોલિવૂડના જાણીતા એક્ટર પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતથી ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલને NSDના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ચાર વર્ષ સુધી આ પદ પર રહેશે.

કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પરેશ રાવલને NSDના ચીફ બનવા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી હતી, લોકપ્રિય માનનીય કલાકાર પરેશ રાવલજીને રાષ્ટ્રપતિએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તથા છાત્રોને મળશે. હાર્દિક શુભેચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *