એક સુરતીની સંઘર્ષગાથા જે તમને પણ મોટીવેટ કરશે.

ડાયમંડ સિટી સૂરતમાં માઇક્રો આંત્રપ્રિન્યોર્સને આત્મનિર્ભર વ્યવસાય શરૂ કરનારને સશક્ત બનાવી રહી છે ઓયો હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી તેના ઈતિહાસમાં ખૂબ તીવ્ર ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. કોવિડ-19 મહામારીએ કન્ઝ્યુમર બિહેવિયર તેમાંય ખાસ કરીને ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સંબંધિત સેવાઓમાં મૂળભૂત ફેરફારો લાવ્યા છે. લોકડાઉન બાદ મુસાફરીની યોજના બનાવતા ગ્રાહકોની જરૂરિયાતોમાં હાઈજિનના ઉંચા માપદંડો, ન્યૂનત્તમ સંપર્ક સેવાઓ અને વિશ્વસનીયતા ટોચ પર છે. નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ નિયમો સાથે બદલાયેલો લેન્ડસ્કેપ હોસ્પિટાલિટી ક્ષેત્રે નોવલ પડકારો તેમજ આંત્રપ્રિન્યોર્સ માટે અઢળક બિઝનેસ તકો લઈ આવ્યો છે.


ધનેશ જોબનપુત્ર સૂરતના રહેનારા એક વ્યક્તિ છે, જેમણે પોતાની વ્યવસાયિક કારકિર્દીમાં થયેલા નુક્શાનને પલટાવી પોતાની ઉદ્યમશીલતાની યાત્રા પર કામ કર્યું અને એક ઉદાહરણ સિદ્ધ કર્યું. ધનેશે વેટ પ્રોસેસિંગમાં ડિપ્લોમાં કર્યું છે અને વર્ષ 1991માં સૂરતમાં કપડાની ફેક્ટરી ખોલી હતી. પહેલા પાંચ વર્ષ તો ખૂબ જ ફાયદાકારક રહ્યાં, પરંતુ વર્ષ 2010 સુધી કેટલીક પરિસ્થિતિઓના કારણે ધનેશને આ વ્યવસાયમાં નુક્શાન વેઠવું પડ્યું અને તેને બંધ કરી દેવો પડ્યો. જ્યારે તેઓ આ મોટા ઝટકામાંથી બહાર આવી રહ્યાં હતા, ત્યારે ધનેશે પોતાના મિત્ર ફેનિલ રલિયાના કરિયરમાં એક બદલાવ વિશે વિચાર્યું, જેનો અમેરિકામાં હોટલ વ્યવસાય હતો, જેણે તેમને પોતાની સાથે આવવાનો અને હોસ્પિટાલિટીમાં હાથ અજમાવવા માટે તક આપી. ધનેશ માટે આ યોગ્ય તક હતી કે તેઓ નુક્શાન વિશે ન વિચારી પોતાના કરિયરને ફરીથી સરૂ કરી શકે. ત્યારબાદ તુરંત ધનેશે હોસ્પિટાલિટીનો ઝીવણવટતાથી અભ્યાસ કરી ફેનિલ સાથે કામ શરૂ કર્યું. 


અમેરિકામાં 7 વર્ષ વિતાવ્યા બાદ, વિશ્વાસની સાથે અને તમામ પ્રકારથી તૈયાર થયા બાદ હોસ્પિટાલિટી સેક્ટરમાં પોતાનું કામ શરૂ કરવા માટે ધનેશ ભારત પરત આવ્યા. દ્રઢ વિશ્વાસની સાથે એક સાચા આંત્રપ્રિન્યોર્સની જેમ ધનેશે ઉદ્યોગમાં વિભિન્ન લોકોની સાથે નેટવર્કિંગ કરી પોતાના સપનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2018માં ધનેશે ઓયો હોટલેસ એન્ડ હોમ્સ વિશે સાંભળ્યું, જે હોટલ વ્યવસાયિકોની સાથે કામ કરી રહી હતી અને તેમને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવી રહી હતી. આ પ્રસ્તાવ ખૂબ જ સારો હતો કારણે કે ધનેશ અતિથિઓને સારો અનુભવ આપવા માટેની તક ઇચ્છી રહ્યા હતા, જે તેમની હોટલોમાં રોકાણ માટે પસંદગી કરી શકતા હતા. મહાન સૂક્ષ્મ વ્યક્તિ હોવાની દ્રષ્ટિથી અને એક આંત્રપ્રિન્યોરશિપની ભાવના ધરાવતા ધનેશે એક ઉદાહરણ પુરૂં પાડ્યું કે ઉંમર તે વ્યક્તિ માટે કોઇ વિઘ્ન નથી જેઓ કરિયરમાં બદલાવ લાવવા માટે મહેનત કરે છે. મધ્ય 40ની ઉંમરમાં ધનેશ ન માત્ર અસફળ વ્યવસાયમાંથી બહાર આવ્યા, પરંતુ આંત્રપ્રિન્યોરશિપની વણસ્પર્શી યાત્રામાં પણ આગળ નિકળી ગયા!


અત્યાર સુધી પોતાના અનુભવ વિશે વાત કરતા ઓયો 27662 વર્મા પેલેસના માલિક ધનેશ જોબનપુત્ર જણાવે છે, “શરૂઆત થી જ, મારૂ પોતાનું કામ શરૂ કરવાનું લક્ષ્ય હતુ. જોકે મે કાપડના વ્યવસાયને જાળવી રાખવા માટે મારા તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ આખરે મારે નુક્શાન ભોગવવુ પડ્યું. મારા જીવનનો મહત્વપૂર્ણ વળાંક ત્યારે હતો જ્યારે હું કંઇક કરવાના ઉદ્દેશ સાથે યૂએસએ ગયો. હું મારા ભવિષ્યને લઇને અચોક્કસ હતો, જોકે મારા નિકટના મિત્ર ફેનિલે મને દ્રઢતાના મહત્વનો અનુભવ કરાવ્યો. સાત વર્ષો દરમિયાન હું તેમની એક હોટલ ચલાવવા દરમિયાન હોસ્પિટાલિટીના દરેક મહત્વપૂર્ણ પાસાને શીખ્યો. ભારત પરત આવ્યા બાદ મે મારા મિત્ર સનીલ રેલિયાનો સંપર્ક કર્યો, જેની સાથે મે હોટલ વ્યવસાય માટે ભાગીદારી કરી. તેમના પિતા જે વર્તમાનમાં સૂરતમાં હોટલ અસોસિએશનના ઉપાધ્યક્ષ છે તેમણે પણ મને કામ કરવાની પદ્ધતિઓથી અનુકૂળ થવા માટે શરૂઆતથી જ મદદ કરી. વર્ષ 2018માં હુ ઓયો હોટલ્સ એન્ડ હોમ્સના સંપર્કમાં આવ્યો અને ત્યારથી કોઇ વળાંક આવ્યો નથી. બે વર્ષોમાં મારી પાસે તેમની સાથેની ચાર હોટલ છે અને તેઓ એક મહાન વ્યવસાય અને સ્થિર વ્યવસાય જોઇ રહ્યાં છે. મેનેજમેન્ટ, હાઉસકિપીંગ વગેરે જેવા વિભિન્ન કાર્યક્ષેત્રોમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ મને એવી બ્રાંડ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યો જે એન્ડ-ટૂ-એન્ડ માલિકીપણું લઇ શકે. કોવિડ બાદની દુનિયામાં સંચાલન માટે સંશોધિત સુરક્ષા ધોરણોની જરૂરિયાત હોય છે અને મને આ કહેતા ખુશી થાય છે કે મારી તમામ હોટલ સફળતાપૂર્વક ‘વિધ સેનિટાઇઝ સ્ટે’ ટેગની સાથે ચાલી રહી છે અને અમે ધોરણ સંચાલન પ્રક્રિયાઓથી પૂર્ણ રીતે માહિતગાર છીએ.”


ઓયો હોટલ્સ એન્ડ હોમ્સ તેના હોટલ પાર્ટનર્સ ધનેશ જોબનપુત્ર મદદ મારફત તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અનુભવ અને સુરક્ષિત સેવાઓ આપવાના નવા માપદંડો સાથે ફરજ બજાવી રહી છે. ઓયોની કો-ઓયો એપ પર તેના તમામ પાર્ટનર્સના પર્ફોર્મન્સ, ભાવ, રિવ્યુનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરી રહી છે. તેમજ એપ ચેટ સપોર્ટ, સેલ્ફ-હેલ્પ સેક્શન અને સપોર્ટ ટિકિટ સેન્ટર જેવા ફીચર્સ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. સાત વર્ષથી ઓયોએ ભારતમાં હોસ્પિટાલિટી ચેઈન દ્વારા હજારો માઈક્રો આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવ્યા છે. અને રોજગારીનુ સર્જન કર્યુ છે. ઓયો હોસ્પિટાલિટી સેગમેન્ટમાં ટેક્નોલોજીના વિશાળ જ્ઞાન સાથે કામગીરીને સરળ બનાવવા તેમજ સતત સંચાલન જેવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. હોટલ માલિકોની સફળતામાં ઓયો મહત્વનો ફાળો આપી રહી છે. જે હોટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક લોકોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરુ પાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *