સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હવે રોબોટ પણ કામ કરશે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે રોબોટ કામ કરતાં જોવા મળશે. કોરોનાનાં વધતા જતા સંક્રમણને અટકાવવામાં આ રોબોટથી મદદ મળી રહેશે. આ રોબોટના નામ સોના 1.5 અને સોના 2.5  છે અને ત્રીજું રોબોટ છે ELI covid 19 સ્ક્રીનિંગ રોબોટ કે જે હવે સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપશે. અત્યાર સુધી માત્ર વિદેશમાં જ આ સેવાનો લાભ લેવામાં આવીરહ્યો હતો હવે સુરતમાં આ રોબોટ કામ કરતા જોવા મળશે. હજીરાની ખાનગી કંપનીએ બે રોબર્ટ ડોનેટ કરતા બંને રોબોટ દર્દીઓને દવા સહિતની વસ્તુઓ પહોંચાડશે.

સોના ૧.૫ અંદ ૨.૫ એ વોર્ડમાં જમવાનું અને દવાઓનું વિતરણ કરવા માટે અને ખાસ તો ગુજરાતીમાં કોરોના વિશે જાગ્રુતિ ફેલાવામાં કામ લાગશે જ્યારે ELI COVID19 સ્ક્રીનિંગ રોબોટ ગાર્ડની માફક કામ કરે છે અને ગેટ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરશે, માસ્ક પહેર્યુ છે કે નહિ તે ચેક કરીને અલર્ટ પણ કરશે.

૧૦૦ ટકા ભારતમાં જ બનેલા આ રોબોટ માણસની જેમ જ પોતાનો રસ્તો બનાવી દર્દી પાસે પંહોચે છે. ૨૪ ક્લાક કામ કરતાં આ રોબોટ માટે 8-9 ક્લાકનું ચાર્જીંગ જરુરી છે. જેમને સહેલાઈથી સેનેટાઈઝ પણ કરી શકાય છે. એલ એંડ ટી હજીરા વડે સ્પોંસર થયેલા આ રોબોટને કારણે દર્દીઓ સહિત કોરોના વોરિયરને પણ રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *