વિધાનસભાનું ચોમાસુ સત્ર 21 સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી ચાલશે.

આગામી 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર મળશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનનો શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. સાથે જ લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલ રજીસ્ટ્રેશન એક્ટ, ગુંડા માટેનો કાયદો લાવવામાં આવશે. 24 કાયદાઓ અને સુધારા વિધેયક લાવવામાં આવશે. કોરોના સંક્રમણના સમયમાં વહીવટી તંત્ર કામે લાગેલું છે. અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અધ્યક્ષને તારાંકિત પ્રશ્નો ન લેવા આવે તેવી વિનંતી કરવામાં આવી છે. 

ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવો વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ થશે.

કોરોના કાળમાં મોડેથી ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યું હતું કે,સંક્રમણ ખાળવા માટે વિધાનસભા સત્ર પહેલા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે પછી જ પ્રવેશ મળશે. વિધાનસભા સ્ટાફ સાથે પરામર્શ કરી બેઠક વ્યવસ્થા થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *