કઈ મહેસુલી સેવાઓ રાજય સરકારે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી ?

ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગમાં વધુને વધુ પ્રજાલક્ષી સુધારાઓ અને મહેસૂલી સેવાઓ વધુ સરળ બનાવવાના ભાગરૂપે વધુ 3 (ત્રણ) મહેસૂલી સેવાઓ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર તથા સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા વેચાણ દસ્તાવેજની  Index 2 (અનુક્રમણિકા નં 2) ની નકલની સેવાઓ હવેથી ઓનલાઈન કરવામાં આવેલ છે.

આ સેવા ઓનલાઈન થવાથી અરજદારે જરૂરી વિગત સહ ઓનલાઈન અરજી કરી પછી સહી વાળી અરજી, નિયત કરેલ સોગંદનામું તથા ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે. ખાતેદારે અસલ અરજી, સોગંદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-7માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના/મોકલવાના રહેશે. જ્યારે અરજી સાથે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ જેવા કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી. પ્રાંત અધિકારી 15 દિવસમાં નિર્ણય કરી મંજુરીના કિસ્સામાં ઓનલાઈન પ્રમાણપત્ર ઈસ્યુ કરશે તેમજ સહી/સિક્કાવાળી નકલ પણ ઈસ્યુ કરશે. અરજદારને નિર્ણયની જાણ ઈ-મેઈલ/SMSથી કરવામાં આવશે. અરજી દફતરેના કિસ્સામાં કારણો સાથે લેખિત પત્રથી અરજદારને જાણ કરવામાં આવશે. ખોટુ સોગંદનામું કરવા બદલ સંબંધકર્તા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આમ, અરજદાર કોઈ પણ જગ્યાએથી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી શકશે અને થયેલ નિર્ણયની જાણ પણ સમયમર્યાદામાં ઘરે બેઠા ઈ-મેઈલ/SMSથી થશે. ઓનલાઈન થવાને કારણે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે ખાતેદારને રૂબરૂ કચેરીમાં જવામાંથી મુક્તિ મળશે અને સમય અને નાણાંની બચત થશે. પારદર્શિતા અને સરળતા આવશે.

પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી કોઈ પણ વ્યક્તિ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરીને https://iora.gujarat.gov.in “i-ORA” પોર્ટલ પરથી જરૂરી ડેટા એન્ટ્રી કરી બોજા પ્રમાણપત્ર અને Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *