કઈ સામગ્રીને ડિજીટલી પ્રકાશિત કરવાનો ભારત સરકારનો નિર્ણય ?

સરકારના તમામ વિભાગોમાં બધા કેલેન્ડર્સ, ડાયરીઓ, સમયપત્રક, ગ્રીટીંગ કાર્ડસ અને અન્ય સામગ્રી હવે મંત્રાલયો / વિભાગો / સાર્વજનિક ઉપક્રમો દ્વારા ડિજિટલી પ્રકાશિત કરવામાં આવશે. એટલે કે હવે ઉપરોકત તમામ સામગ્રીઓ હાર્ડ કોપી સ્વરુપે નહિ જોવા મળૅ. કોફી ટૅબલ બુકને પણ હવે ડિજીટલી E – Book રુપે પ્રકાશિત કરવાની સૂચના.

આવી બાબતોમાં નવીન પધ્ધતિઓનો સમાવેશ કરવા માટે એક નક્કર પ્રયાસ કરવાનો રહેશે. આયોજન, સમયપત્રક અને આગાહી માટે તકનીકી નવીનતાઓનો ઉપયોગ આર્થિક, કાર્યક્ષમ અને અસરકારક પધ્ધતિ તરીકે જાણીતો છે.

તેથી બધા કેલેન્ડર્સ, ડાયરીઓ, સમયપત્રક, અને સમાન અન્ય સામગ્રી, જે અગાઉ હાર્ડ કોપી ફોર્મેટમાં છાપવામાં આવતી હતી, હવે તે ડિજિટલ રીતે કરવામાં આવશે. કોફી ટેબલ પુસ્તકોનું પ્રકાશન પણ બંધ કરવામાં આવશે અને ઇ-બુક્સના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારના તમામ મંત્રાલયો / વિભાગો / PSUs / PSBs અને અન્ય તમામ અવયવોએ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નવીન રીતો અપનાવી છે. નવીન ડિજિટલ અને વ્યવહારિક ઉકેલો જે હાર્ડ કોપીમાં કેલેંડર્સ અથવા ડાયરીઓ જેવું જ પરિણામ આપે તેને પ્રાધાન્ય આપવું પડશે અને તેને અમલમાં મૂકવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *