સાળંગપુર હનુમાન મંદિરનુ ફેસબુક (FB) એકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરીને શું અપલોડ કર્યુ ?

ગુજરાતના પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરનુ ફેસબુક (FB) એકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરીને અકસ્માતગ્રસ્ત વિમાન અને હોલિવુડ ફિલ્મની વીડિયો સહીત કુલ પાંચ વીડિયો ક્લિપ એફબી એકાઉન્ટ ઉપર અપલોડ કરી છે. સાળંગપુર હનુમાન મંદિરના એફબી એકાઉન્ટ ઉપર હજારો શ્રધ્ધાળુઓ હનુમાનજીના દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે.હેકર્સે વિવિધ વીડિયો અપલોડ કરતા હજ્જારો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે. સાથે જ મંદિરના ફેસબુક પેજને હાલ પુરતું ડિએકટિવેટ કરવામાં આવ્યું છે. મંદિર સંચાલક ટ્રસ્ટે આ માટૅ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

કષ્ટંભજનદેવ મંદિર સાળંગપુર દ્વારા પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી.

સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, કષ્ટભંજનદેવ મંદિરનું ફેસબુક પેજ સાંજ હેક થયું છે. ભક્તો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટ્વિટર, ઇન્ટાગ્રામ દ્વારા કષ્ટભંજનદેવના દર્શનનો લાભ લઇ શકે છે. ફેસબુક પેજ હેક થવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *