BCCI એ સ્ટેટમેંટ રીલીઝ કરીને કેટલા લોકોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી ?

BCCI એ એના એક ઓફિશીયલ સ્ટેટમેંટમાં જણાવ્યું કે IPL 2020 ની વર્તમાન સીઝનમાં હંમણા સુધીમાં કુલ 1988 RT-PCR COVID ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 13 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં બે પ્લેયરનો પણ સમાવેશ થાય છે. જેમના ટૅસ્ટ કરવામાં આવ્યા એમાં પ્લેયરસ, સપોર્ટ સ્ટાફ, ટીમ મેનેજમેંટ, BCCI સ્ટાફ, ઓપરેશનલ ટીમ, અને હોટેલ તથા ગ્રાઊંડ સ્ટાફનો સમાવેશ થાય છે. UAE ખાતે આયોજીત IPL 2020 ની આ સીઝન જે કોરોના કાળમાં આયોજીત થઈ છે એમાં એક પછી એક રોજ કોઈને કોઈ બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે.

પોઝિટીવ નિદાન થયેલ તમામને આઈસોલેટ કરી દેવાયા છે અને તેમનું મોનિટરિંગ IPL મેડિકલ ટીમ કરી રહી છે. એક સાથે મોટી સંખ્યામાં સંક્ર્મણના બનાવો નોંધાવાની સાથે આજે ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાના ભારત પરત ફરવાના સમાચારે ફેંસને નિરાશ કર્યા હતા. જેને લઈને ઘણી બધી અફવાઓએ જોર પકડ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સના CEO એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *