બધાનો એક જ સવાલ, ક્યા કારણોસર સુરેશ રૈના IPL નહિ રમે ? કેમ ભારત પરત ફર્યો.

ચેન્નઈ સુપર કિંગ્સના બેટસમેન અને હાલમાં જ ધોની સાથે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરનાર સુરેશ રૈના વિશે ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ ટ્વીટર હેંડલ પરથી માહિતી આપતાં જણાવ્યું કે સુરેશ રૈના ભારત પરત ફર્યો છે. IPL ની સીઝનમાં એ ઉપસ્થિત નહિ રહે.

28 ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે ચેન્નઇ સુપરકિંગ્ઝના 10 લોકોને કોરોના પોઝીટીવ છે. હજૂ તો તે સમાચાર પચાવી નથી શક્યા ત્યાં બીજા માઠા સમાચાર આવ્યા છે કે સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર IPL2020 છોડીને ભારત પરત ફર્યા છે. ચેન્નઇ સુપર કિંગ્ઝના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવી હતી કે સુરેશ રૈના વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યા છે અને હવે તે IPL2020માં પરત નહી ફરે. ચેન્નઇ સુપર કિંગ્ઝનો સંપૂર્ણ સપોર્ટ સુરેશ રૈના અને તેમના પરિવાર સાથે છે. સુરેશ રૈના એક દમદાર ખેલાડી છે અને આ ચેન્નઇ સુપર કિંગ્ઝને મોટો ફટકો છે. સુરેશ ક્યા કારણથી ભારત પરત ફર્યા છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પરંતુ તે હવે IPL2020 સંપૂર્ણ સિઝનમાં નહી રમે. ભારતમાં IPLનો ક્રેઝ વિશ્વમાં બીજા કોઇ પણ દેશ કરતા વધારે છે. સુરેશ રૈના એક મહત્વનો ખેલાડી છે ત્યારે હવે તે ક્યા કારણસર પરત ફર્યા છે તે કહેવુ થોડુ મુશ્કેલ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *