GST કાઉંસીલની મીટીંગમાં ગુજરાત સરકારે શું રજૂઆત કરી ?

GST કાઉન્સિલની બેઠક બાદ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારની બધી આવક બંધ થઈ હતી ત્યારે હવે અનલોક થયું છે ત્યારે ગ્રાહકોની ઘટેલી ખરીદશક્તિ અને અન્ય કારણોને હિસાબે રાજ્યોની જે GST ની આવક ખૂબ ઓછી થઈ એની સામે જે વળતર આપવાની જોગવાઈ જે GST કાયદામાં કરવામાં આવી છે. તે રકમ દરેક રાજ્યોને અત્યારે પોત પોતાના વસ્તી અને વેપાર ધંધાના કદ પ્રમાણે લેવાના થાય છે. GSTની આવક ઘટી છે. ગુજરાત રાજયને અત્યારે લભગ 12000 કરોડનું કમ્પનસેશન/ વળતરની રકમ લેવાનું થાય છે.

Image

આખા દેશનો જો સરવાળો કરી તેઓ ભારત સરકારના નાણસચિવના પ્રેઝનટૅશન પ્રમાણે લભગ ૩ લાખ કરોડ રુપિયાની રકમ રાજ્યોને વળતર પેટે કાઉંસીલ દ્વારા આપવાની થાય છે. અત્યાર સુધી કાઉંસીલ જે આ રકમ આપતી હતી તે કાઉંસીલને જે સેસની આવક થાય છે. જે લકઝરીયસ આઈટમો પર સેસની આવક થાય છે. એ આવકમાંથી આ વળતરની રકમ કેન્દ્ર સરકાર રાજ્યોને ચૂકવે છે. પરંતુ એ આવકમાં પણ મોટો કાપ મૂકાયો છે. એટલે વળતરની રકમ ચૂકવવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ રાજયોના પણ પોતાની આવક ઓછું હોવાનું આ જે કંપેંસેશનની જે રકમ છે તેના આધારે રાજયનો વહીવટ ખર્ચ કાઢવાનો, યોજનાકીય ખર્ચ કાઢવાનો, પ્રજાને લગતી જે યોજનાઓનો અમલ કરવાનો એ પણ બહું મોટું ભારણ છે.

એટલે રાજ્યોને નાણાંકીય સહાયની તાતી જરુર છે. જે ભારત સરકારની વળતરની રકમ દ્વારા પૂર્ણ કરી શકાય એમ છે. પરંતુ બીજી તરફ ભારત સરકારની પણ આવક ઘટવા પામી છે જેના કારણે આ વળતરની રકમ ચૂકવી શકાય એમ નથી. એટલે આજની GST કાઉંસીલની મીટીંગનો એજંડા આ રકમ કેવી રીતે ચૂકવવી, એના કયા ક્યા વિકલ્પ હોઈ શકે, એની કાર્યપ્રણાલી શું હોઈ શકે તે અંગે બધા જ રાજ્યોના નાણામંત્રીઓ સાથે ભારત સરકારે ચર્ચા કરી. દરેક રાજ્યના નાણામંત્રીએ પોતાના રાજયની હાલત,સૂચનો , અભિપ્રાયો રજૂ કર્યા.

ભારત સરકારે રાજ્યોને બે વિકલ્પ આપ્યા.
જેમાં કેવી રીતે વળતર ચૂકવવું, ક્યારે અને કેટલું ચૂકવવું એ અંગેનો નિર્ણય લેવાનો થાય છે. બધા જ રાજ્યોનું સૂચન હતું કે ભારત સરકાર રાજ્યોને વળતર આપવા માટે લોન મેળવે અને એ લોન દ્વારા જે રકમ આવે તે રકમમાંથી રાજ્યોને વળતર ચૂકવે. અને એ લોનની રકમ અને એના ઉપરનું વ્યાજ છે એને આવનારા દિવસોની સેસની રકમથી સરભર કરવું. અને સેસ ઉઘરાવવાની જે ભારત સરકારની સત્તા છે એના વર્ષો પણ મુદતમાં લંબાવવા. આ બન્ને વિકલ્પ ભારત સરકારે રાજ્યોને આપ્યા છે. જેમાં એક વિકલ્પ એવો છે. કે રાજય જો એક સાથે બધી રકમ આ વર્ષે મેળવવા ઇચ્છતાં હોવ તો એમાં ભારત સરકારે બે સૂચન કર્યા છે. જે મુજબ મંદીને કારણે આવક ઓછી થઈ એને ભારત સરકાર ચૂકવી અને કોરોનાને કારણે જે આવક ઓછી થઈ છે તે માટે રાજ્યો સાથે પછીથી ચર્ચા કરવામાં આવશે.આવનારા બે દિવસમાં રાજયોને ભારત સરકાર બન્ને વિકલ્પ મોકલી આપશે અને જે રાજ્યોએ યોગ્ય વિકલ્પ પસંદ કરીને નિયત સમયમાં જણાવવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *