કોરોના વોરિયર્સ માટૅ રાજય સરકારના મહત્વના નિર્ણયો.

રાજય સરકારે કોરોના વોરિયર્સ માટૅ લીધો અગત્યનો નિર્ણય. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજય સરકાર કોરોનાને કારણે મૃત્યુ પામનાર કોરોના વોરિયરના પરિવારને 25 લાખ આપશે. ઘણાને મળી પણ ગયા છે અને ઘણા પ્રોસેસમાં છે.

  1. જે પરિવારના કોરોના વોરિયર મોભી કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ પ્રાઈવેટ મેડિકલ અને એંજીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવ્યો હોય તો તેની 50 % ફી રાજય સરકાર ભરશે. જેમાં પર્સેંટાઈલ અને આવકનો દાખલો મહત્વની બાબત હતી તેમાંથી મુક્તિ આપીને લાભ અપાશે.
  2. કોરોનાથી મૃત્યુ પામનાર કોરોના વોરિયરના સીધી લીટીના વારસદાર વ્યક્તિ જો એમનું પોતાનું ઘર નહિ હોય તો એમને અરજી કર્યા બાદ અગ્રતાક્રમમાં ડ્રો વગર એમને હાઉસીંગ બોર્ડ, પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવશે.
  3. મા અમૃતમ યોજના અને વાતસ્લ્ય યોજનાનો કાર્ડ મૃત્યુ પામનાર કોરોના વોરિયરના પરિવારને લાભ આપવામાં આવશે જેમાં ૩ લાખ રુપિયા સુધીની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *