રાજ્યમાં આગામી 2 દિવસ માટૅ હવામાન વિભાગની આગાહી શું છે ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. જેના કારણે રાજ્યભરમાં ભારે કે મધ્યમ વરસાદથી રાહત મળશે.જ્યારે ત્રણ દિવસ બાદ ફરીથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. આગામી 29મી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે કચ્છના છેવાડાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લાનો બન્ની પ્રદેશ , વરસાદમાં ધોવાઈ ગયો છે. બન્ની પ્રદેશના છેવાડાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ગામમાં જવાના મુખ્ય માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો છે.જેથી આ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગામમાં નાના વાહનો જઈ શકતા નથી. કોઈ ચાલીને પણ ગામ તરફ જઈ શકતું નથી. અહીં આસપાસનાં પાંચેય ગામની સ્થિતિ ખરાબ છે જ્યાં અંદાજે 2 હજારની આસપાસ વસ્તી છે. જો કે અહીંના લોકોને ઉંચાણવાળી જગ્યાએ સ્થળાંતર કરી દેવાયા છે. સ્થાનિક તંત્રએ ગામ લોકોની મદદ માટેની તમામ તૈયારીઓ આરંભી દીધી છે. મહત્વનું છે કે કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદને પગલે જિલ્લાના છેવાડાના ગામોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *