વિરાટ કોહલીની કઈ જાહેરાતે એના ફેંસને ઘેલું લગાડ્યું ?

એમ લાગે છે જાણે લોક્ડાઉનમાં ક્વોલિટી ટાઈમ એકબીજા સાથે વિતાવવાને કારણે ઘણા ભારતીયોના ઘરે પારણું બંધાયું છે તો એમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ બાકાત નથી રહ્યા. ક્રિકેટ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા પ્રેગ્નનન્ટ હોવાની પુષ્ટિ કરી. પત્ની સાથે ફોટો કરી ટ્વિટ કરી આપી જાણકારી, લખ્યું અમે ત્રણ. જાન્યુઆરી 2021ના આવી રહ્યું છે મહેમાન.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાનાં લગ્નથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં પણ બંન્નેએ ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, જેની તસ્વીરો બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુષ્કાએ ઇન્ડિયન ક્રિકેટર ટીમના કેપ્ટન કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્માએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, લોકડાઉનની આભારી છું જેના કારણે અમને બંન્નેને આટલો સમય સાથે વિતાવવા મળ્યો.આવી તક અમને પહેલા ક્યારે પણ મળી નહોતી. આ સમય અમારા બંન્ને માટે ખુબ જ ખાસ રહ્યો. અમે બંન્ને એકસાથે પહેલા ક્યારે પણ આટલો સુંદર સમય પસાર નથી કર્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઇન્ડસ્ટ્રીનું ખુબ જ હોટ કપલ છે. જ્યાં સુધી અનુષ્કાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો હાલ તે ફિલ્મ પ્રોડક્શનનું કામ કરી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ બુલબુલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *