સુરતની આયુષી IIT – Delhi ખાતે પસંદગી પામી.

યાદ છે સુરતી યુવતી આયુષી દેસાઈ ? એ સુરતી યુવતી જે ઈંડિયન નેવીમાં સિલેક્ટ થનારી સંભવતઃ પહેલી સુરતી મહિલા હતી. એ જ આયુષી દેસાઈની નવી દિલ્હી ખાતેની IIT માં પસંદગી થઈ છે. જે IIT-Delhi માં નેવલ શિપની ડિઝાઈનીંગ શીખવા પામશે.

ગતવર્ષે સુરતની આયુષી દેસાઈ નેવીમાં પસંદ થઈ હતી. નેવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની હતી. નેવી દ્વારા આયુષીને વાર્ષિક 12 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી આયુષી દેસાઈ નેવીમાં સબ લેફટન્ટ બની હતી અને સર્વિસ સિલેકશન બોર્ડના પાંચ દિવસના ઈન્ટરવ્યુને કલીયર કરીને સુરતનું નામ રોશન કર્યુ હતું. એ ટેસ્ટના ઈન્ટરવ્યુમાં મેન્ટલી, સાયકોલોજી અને ફિઝીકલી ટેસ્ટ લેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં જીવને લગતાં પ્રશ્નો, ફિલ્ડને લગતાં પ્રશ્નો, નેવીને લગતાં પ્રશ્નો અને જનરલ નોલોજના પ્રશ્નો પુછવામાં આવે છે. ઈન્ટરવ્યું આપનાર મિલેટ્રીમાં હોય તે રીતે જ રહેવું પડે છે.

આયુષીએ ગતવર્ષે જણાવેલ એ પ્રમાણે પાંચ દિવસના ઈન્ટરવ્યું સૌથી મહત્વનો હોય છે. જેમાં એલાર્મ વગર જ 5.30 વાગ્યે ઉઠી જવાનું હોય છે. જે એક્ટિવીટી કરવામાં આવે તે તમામ પર નજર રાખવામાં આવે છે. ફિઝીકલ ટેસ્ટમાં 13 અલગ અલગ ઓબસ્ટ્રીકલ હોય તેમાં રનિંગ, જમ્પિં, રોપ જેવી એક્ટિવીટી કરાવાવમાં આવે છે. ગ્રાઉન્ડ ટેસ્ટ સરળ હોય છે. ત્યારબાદ પાંચમાં દિવસે કોન્ફરસમાં બેસાડી જે સિલેકટ થાય તેનું નામ જાહેર કરવામાં આવે છે. આ ટેસ્ટ ખુબ જ અઘરી હોય છે. એટલા માટે ઈન્ડિયામાંથી માત્ર 5 લોકોજ સિલેક્ટ થયા છે.

ઈન્ટરવ્યૂ માટે સમગ્ર ભારતમાંથી 800 ઉમેદવારો પસંદ થયા હતા. તેમાંથી માત્ર પાંચ ઉમેદવારોને નેવી દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સુરતમાંથી એક આયુષી પણ પસંદગી પામી હતી. NCC ની કેડૅટ એવી આયુષીને શાળા કક્ષાએ જીમનાસ્ટિક આ ટેસ્ટ વખતે ખૂબ ફળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *