રાહુલ ગાંધીની કઈ વાત પર કપિલ સિબ્બલ ભડક્યા અને જાહેરમાં જ રોકડું સંભળાવી દીધું ?

કોંગ્રેસ પાર્ટીમાં ફેરફાર અંગે પાર્ટીના 23 નેતાઓની ચિઠ્ઠી અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં આજે હંગામો થયો હતો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા કપિલ સિબ્બલ સામ સામે આવી ગયા હતાં. રાહુલ ગાંધીએ પત્રના ટાઈમિંગ અંગે સવાલ કર્યા છે અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ હતા, એ વખતે પાર્ટી લીડરશીપને લેટર શા માટે મોકલવામાં આવ્યો. તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે આ ચિઠ્ઠી ભાજપના મેળાપીપણાંથી મોકલવામાં આવી છે.

ગુલામ નબી આઝાદ પછી ચિઠ્ઠી લખનાર વધુ એક નેતા કપિલ સિબ્બલે રાહુલના આરોપોનો જવાબ ટ્વિટર પર આપ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા 30 વર્ષ દરમિયાન મેં કોઈ પણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન નથી આપ્યા, તેમ છતાં મારા પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવાઈ રહ્યો છે. ?

કપિલ સિબ્બલની ટ્વીટ બાદ તરત જ રણદીપ સિંઘ સુરજેવાલે ટ્વીટ કરીને કહ્યું કે , ” રાહુલ ગાંધીએ આ સંદર્ભમાં શબ્દો વાપર્યા જ નથી. મીડીયા વડે થયેલ વાતો કે ખોટી જે માહિતી પ્રસારિત થઈ છે તેનાથી ગેરમાર્ગે ના દોરાશો. પણ આપણે સહુએ એક સાથે કામ કરવાની અને કઠોર મોદી સરકાર સામે ઝઝૂમવાની જરુર છે નહિ કે અંદરોઅંદર એકબીજા સાથે લડવાની એક બીજાને કે કોંગ્રેસને હાનિ પંહોચાડવાની. ”

જો કે નાટકીય ઘટનાક્રમમાં કપિલ સિબ્બલે પોતાની ટ્વીટને ડિલીટ મારી અને બીજી ટ્વીટ કરતાં લખ્યું કે ” રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે જણાવ્યું કે એમણે આવી કોઈ વાત કરી નથી માટે હું મારી ટ્વીટ વિથડ્રો કરુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *