સંતાન હોય કે ન હોય તો પણ જો આપણા વડીલોની આવી અવદશા હોય તો સમાજે વિચારવું જરુરી.

પંજાબના ભટિંડા હૃદયમાં ધ્રાસકો પડે એવી ઘટના સામે આવતાં સોશ્યલ મીડીયામાં સહુ કોઈ આક્રોશ વ્યકત કરી રહયા છે. છત્તીસગઢ કેડરના IAS ઓફિસર અવનિશ શરણે એક પોસ્ટ શેર કરી અને સોશ્યલ મીડીયામાં વૃધ્ધાની આવી હાલત કરનારા સંતાનો પર સહુ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે. અવનિશ શરણ પોસ્ટમાં લખે છે. ” એક દીકરો સરકારી ઓફિસર અને બીજો એક દીકરો રાજનેતા છે, દિકરી PCS ઓફિસર અને મુકતસરમાં આ રીતે રહેવા મજબૂર. શું ફાયદો આવા જીવનનો ? “. વૃદ્ધ મહિલાની જાણકારી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી અને મહિલાની હાલત જોતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લોકોએ કહ્યું કે મહિલાએ સડક કિનારે જ ઈંટની ઝૂંપડી બનાવી હતી અને દયનીય પરિસ્થિતિ જોઇને કોઈના પણ આંખમાં આંસુ આવી જાય.

માજીને બે દિકરા છે એક રિટાયર એક્સાઈઝ ડિપાર્મેંટનો ઓફિસર તો બીજો પંજાબ પાવર કોર્પોરેશનનો રિટાયર અધિકારી જેણે એક પાર્ટી પણ જોઈન કરી હતી. બે દિકરાની સાથે માજીને ચાર દિકરીઓ પણ છે અને પૌત્રી તો SDM પણ છે. ૧૮ દિવસ પહેલાં ગુમ થયેલા માજીને શોધવાનો પ્રયત્ન પણ ન કરતાં માજીની આ હાલત થઈ. બન્ને દિકરા ઈચ્છતાં હતાં કે માજીની કાળજી બીજું કોઈ લે.

અહિયાં સુધીની પૌત્રી પણ એક ક્લાસ વન અધિકારી છે. સોશ્યલ મીડિયામાં તેમના વિશે જાણકારી મળ્યા બાદ એક દીકરો તેમને ફરીદકોટ લઇ ગયો પણ ત્યાં તેમની મોત થઇ ગઈ. જે બાદ પરિવાર ગુપચુપ રીતે મહિલાનું અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યું. સોશ્યલ મીડિયા પર લોકો આ ઘટનાથી ખૂબ દ્રવિત થઇ ગયા છે. લોકો દેશમાં આવા માનસિકતા ધરાવતા લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે તે વિસ્તારના લોકોમાં પણ પરિવાર પ્રત્યે ગુસ્સો છે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *