નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ અને બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સના હિતમાં રાજય સરકારનો મહત્વનો નિર્ણય.

  • 50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપને 31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુકિત અપાશે.
  • PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત ₹10,000 સુધીની વર્કિંગ કેપિટલ લૉન મેળવનારા 2 લાખ સ્ટ્રીટ વેન્ડર્સની કુલ 6 કરોડની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવશે.
  • રાજ્ય સરકાર નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ અને બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સના હિતમાં કુલ 7.75 કરોડની સ્ટેમ્પ ડયુટી માફ કરશે.
Most Important Stamp Duty Exemptions for Holding and Subsidiary ...

રાજ્યના શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી પગભર થાય તે માટેની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે રૂ. ૧૦ હજાર લોન મેળવનારા રાજ્યના આશરે બે લાખ જેટલા લાભાર્થીને પણ સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત અપાશે. આવા બે લાખ જેટલા શેરી ફેરિયા સ્ટ્રીટ વેન્ડર્સને રૂ. ૧૦ હજારની વર્કીંગ કેપિટલ લોન સામે રૂ. ૩૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. આ સ્ટેમ્પ ડયુટીની સમગ્રતયા કુલ રૂ. ૬ કરોડની રકમ રાજ્ય સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે.

       મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોવિડ-19 થી ધંધા-રોજગારને અસરગ્રસ્ત એવા નાના ઊદ્યોગકારો-સ્ટાર્ટઅપને અપાતી રૂ. પ૦ હજાર સુધીની લોન તથા શેરી ફેરિયાઓને આજીવિકા રળવા તેમનો વ્યવસાય પૂન: શરૂ કરવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે મળતી રૂ. ૧૦ હજારની લોનમાં સ્ટેમ્પ ડયુટીનું વધારાનું ભારણ તેમણે ભોગવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી આ સ્ટેમ્પ ડયુટીની કુલ ૭.૭પ કરોડ રૂપિયાની રકમની માફીના નિર્ણયો કર્યા છે.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *