ગોરધન ઝડફિયાને શૂટ કરવા આવેલા શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ATS સહિત ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓનો કોરોના ટેસ્ટ થશે અને એમને ક્વોરોંટાઈન કરવું પડે એવી શક્યતાઓ ઊભી થઈ છે. ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કારંજ પોલીસ સહિત 40નો સ્ટાફ શાર્પશૂટરને ઝડપવા માટે મંગળવારે મોડી રાતે હોટલ વિનસ ગયો હતો. શાર્પશૂટરના સંપર્કમાં આવનાર આ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓએ હવે ક્વોરન્ટીન થવું પડે તેવી શક્યતા છે.

મંગળવારે રાત્રે દસ વાગ્યે ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યા હતા કે રિલીફ રોડ પરની વિનસ હોટેલમાં બે શાર્પશૂટરો રોકાયેલા છે. શાર્પશૂટરને પકડવા ગયા ત્યારે હોટેલના રૂમ નંબર 105માં તેણે એટીએસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે તેને ધક્કો મારતાં ગોળી હોટેલના રૂમની દીવાલમાં ઘૂસી ગઈ હતી. પકડાયેલા માણસની પૂછપરછ કરતાં તેણે પહેલાં તો ગલ્લાતલ્લા કર્યા પછી તેનું નામ ઈરફાન ઉર્ફે કાલિયા જણાવ્યું હતું. તેનો મોબાઇલ ચેક કરતા ‘ટાર્ગેટ ગોરધન ઝડફિયા’ લખ્યું હતું. તેણે કમલમનો વીડિયો બનાવી અન્ય નંબર પર શેર કર્યો હતો. શાર્પશૂટર મુંબઈથી મંગળવારે સવારે અમદાવાદ આવ્યો હતો અને હોટેલ ચેકઇનમાં ઓરિજિનલ દસ્તાવેજો આપ્યા હતા. ત્યારે હાલ શાર્પશૂટરને રેકી કરવામાં કોણે મદદ કરી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ષડયંત્રમાં દાઉદ ગેંગના છોટા શકીલનું નામ સામે આવ્યું છે. તો સાથે જ કોણે ગોરધન ઝડફિયાની સોપારી આપી હતી તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. શાર્પશૂટરે અનેકવાર ભાજપ કાર્યાલય કંમલમના આંટાફેરા માર્યા હતા, ત્યારે બીજા કયા કયા નેતાઓ છોટા શકીલ ગેંગના ટાર્ગેટમાં છે તે સવાલો પણ ઉભા થયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *