ગુગલની સેવાઓ થઈ ડાઉન. અને વિશ્વ આખામાં લોકો થયા હેરાન.

ગૂગલની ઈ-મેઈલ સર્વિસ Gmail ની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ.સવારે 11 વાગ્યાથી ભારત સહિતના 11 દેશોમાં જીમેઈલની સર્વિસ ખોરવાઈ હોવાની ફરિયાદો. Gmail હેક થયું હોવાની આશંકા. ઈંટરનેટ ડાઉન ડિટેકટર વેબસાઈટ પ્રમાણે ગુગલની મેઈલ સેવા, ડ્રાઈવ અને ગુગલની સર્ચ એંજીન સેવા પણ ખોટકાઈ હોવાની લોકોએ ઢગલો ફરિયાદો કરી હતી.

ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે 11 વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી.

ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *