ભારત સરકારની કેબિનેટના યુવાનો-ખેડૂતો માટૅ મહત્વના નિર્ણયો.

કેંદ્રિય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાના જયપુર, ગુવાહાટી અને તિરુવનથપુરમ એરપોર્ટસ લીઝ પર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેનાથી સરકારને તાત્કાલિક 1070 કરોડ મળવાપાત્ર રહેશે. ખાનગી કંપનીઓને આ એરપોર્ટ 50 વર્ષના લીઝ પર મળશે. અને 50 વર્ષ બાદ આ તમામ એરપોર્ટ સરકાર પાસે ફરી આવી જશે. આ અંગે માહિતી કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી.

કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાનોને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. તેનાથી યુવાઓને લાભ થશે. દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે યુવાનોની આ માંગ વર્ષોથી હતી. જોકે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.સરકારી ભરતી પરીક્ષાઓનું સમયપત્રક, અરજી પ્રક્રિયા અને ફી અલગ-અલગ હોય છે, જે ઘણીવાર ભૂલો તરફ દોરી જાય છે, જેની ગ્રામીણ, મહિલાઓ અને દિવ્યાંગોને સમસ્યા થાય છે. આ પડકારોને પહોંચી વળવા માટે #Cabinet દ્વારા #NationalRecruitmentAgency સ્થાપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

ગ્રુપ B અને ગ્રુપ C ની 1.25 લાખથી વધુ જગ્યા માટે દરવર્ષે 2.5થી 3 કરોડ લોકો પરીક્ષા આપે છે, આ પરીક્ષાઓ આઈપીબીએસ, એએસી અને આરઆરબી દ્વારા લેવામાં આવે છે, હવે આ જુદી જુદી પરીક્ષાઓ સમાન હશે:

બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે વધુ માહિતી આપતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે એક કરોડ શેરડી પકવતા ખેડૂતો માટે પણ નિર્ણય લીધો છે. સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધું છે. હવે 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થયો છે. તે 10 ટકા રિકવરીના આધારે છે. જો 11 ટકા રિકવરી થાય છે તો 28 રૂપિયા 50 પૈસા પ્રતિ ક્વિન્ટલ વધુ મળશે. તેનાથી એક કરોડ ખેડૂતોને ફાયદો થશે. કેંદ્રિય મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર ઈથેનોલની ખરીદી પણ કરે છે. ગત વર્ષે સરકારે લગભગ ૬૦ રુપિયે પ્રતિ લીટર ના ભાવે 190 કરોડ લીટર ઈથેનોલ ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *