તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, જાણો કઈ કઈ રીતે કાયદાનો ભંગ કર્યો અને કેટલા રુપિયાનો દંડ ભરવો પડ્યો ?

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ જુન-૨૦૨૦ મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર/સીનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૨૭ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧૬,૮૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત અને તાપી જિલ્લાના ૨૩૧૩ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાકનની કામગીરી હાથ ધરી રૂા.૨૯,૭૬,૧૦૬ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોકબજાર, અડાજણ, ઉધના વિસ્તારોમાં મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૨ વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૧૩,૩૦૦નો દંડ તથા તાપી જિલ્લાના ડોલવણ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૫ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૩૫૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.
વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેર-જિલ્લામાં ઓચિંતી તપાસણી હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અડાજણ વિસ્તારના એલ.પી.સવાણી રોડ ખાતે આવેલી શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર્સમાં સુમુલ છાશ પર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૨૦૦૦નો દંડ વસુલાયો હતો. ઉપરાંત નવસારી બજાર ખાતે આવેલી ગોપીલોટ ઘર ખાતે પેકેટ પર છાપેલી કિંમત કરતામાં ચેકચાક કરવા બાબતે રૂા.૬ હજારનો દંડ તેમજ વિભાગીય નિરીક્ષકો દ્વારા નવસારી બજારની ન્યુ કનૈયા લોટ ઘરને લોટના પેકેટ અંગે પી.સી.આર. રજીસ્ટ્રેશન ન કરાવેલ હોવાથી રૂા.ચાર હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આમ ત્રણેય વિરૂધ્ધ પ્રોસીકયુશન કેસ કરી રૂા.૧૨ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *