સુશાંત રાજપૂત અપમૃત્યુ કેસમાં કોની કોની સામે CBI એ ફરિયાદ દાખલ કરી ?

સુશાંત રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની ઢીલી તપાસને ધ્યાને લઈ બિહાર સરકારે સુશાંતનો કેસ CBI ને સોંપવાની કેંદ્ર સરકારને ભલામણ કરી હતી જેને કેંદ્ર સરકારે સ્વીકારીને કેસ CBI ને સોંપ્યો હતો. આજ રોજ CBI એ ૬ થી વધુ લોકો સામે FIR નોંધી છે. કોણ કોણ છે આ કેસમાં શંકાસ્પદ આરોપીઓ ?

સુશાંત એમની ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી સાથે

શરુઆતમાં જેની સામે શંકાની સોય તાકવામાં નહોતી આવી તે રિયા ચક્રવર્તી હવે આ કેસની મુખ્ય આરોપી માનવામાં આવી રહી છે. જેણે મેરે ડેડ કી મારુતી, સોનાલી કેબલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. MTV ની વિડીયો જોકી રહી ચૂકેલી રિયાની ભૂમિકા વધુને વધુ શંકાસ્પદ બનતી જઈ રહી છે જ્યારે તેણે બિહાર પોલીસની તપાસને મુંબઈ ખસેડવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

રિયાના પિતા ઈંદ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્ર્વર્તી અને ભાઈ શોવિક ચક્રવર્તી સામે પણ FIR દાખલ થઈ છે.
સેમ્યુઅલ મિરાંડા જે સુશાંતનો હાઉસ મેનેજર હતો અને રિયા ચક્રવર્તી સાથે કથિત રીતે મિલીભગત કરીને સુશાંતના કેસમાં શકાસ્પદ ભૂમિકા ધરાવે છે.

છઠ્ઠું નામ શ્રુતિ મોદીનું છે જે રિયા અને તેના ભાઈ શોવિકની પી આર મેનેજર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *