ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ ૩૦ થી વધુ કર્મચારી હોય ત્યાં કોવિડ કો- ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત કર્યુ ?

અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય.30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર ફરજીયાત રાખવા પડશે. જેની ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.

  • શહેરના તમામ મોટી ઓફિસોમાં (30થી વધુ કર્મચારીઓ હોય) કોવિડ કો- ઓર્ડીનેટર નિમવાનો રહેશે. જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે
  • સોશિયલ ડિસ્ટનસના પાલન અને SOPના પાલનની જવાબદારી કો-ઓર્ડીનેટરની રહેશે. 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે.
  • ઓફિસમાં SOPનું પાલન કરાવી, માસ્ક પહેરી, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પ્રવેશ આપવાનો રહેશે.
  • ઓફિસમાં કોઈને કોરોનાનાં લક્ષણ જેવા કે શરદી- ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે
  • ઓફિસમાં કોઈ કર્મચારીને પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે.
  • ઓફિસમાં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાંઓ લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *