એક સમયે જીગલી પાત્ર ભજવનાર વ્યક્તિ જુગાર રમતાં પકડાઈ.

સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લોકો વધારે પ્રમાણમાં જુગાર રમતા હોય છે. ત્યારે જૂનાગઢ LCBએ રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જ્યાં યુટ્યુબર ધવલ દોમડિયા જેણે ભૂતકાળમાં જીગલીનું પાત્ર ભજવીને ખૂબ ખ્યાતિ મેળવી હતી તે સહિત 5 લોકોને ગત રાત્રે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. હાલ તો પોલીસે તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રોકડ, મોબાઇલ અને વાહનો સહિત 1.15 લાખનો મુદ્દામાલ પકડ્યો છે.

જુનાગઢ LCBને શહેરના મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રહેણાંક મકાનમા દરોડા પાડ્યા હતા. જેમા પોલીસે ‘જીગલી’ તરીકે પ્રખ્યાત યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીગલી ખજૂરની જોડી જ્યારે શરુ થઈ ત્યારે જીગલીનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ધવલના યુ ટ્યુબ પર 1.63 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *