દ્વારા ભવ્યાગતિભવ્ય સ્વાાગત કરવામાં આવ્યુંં.

આઝાદીનો અમૃત મહોત્સનવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ગતરોજ તા.૩૦મી માર્ચના રોજ ૧૯માં દિવસે સવારે ભટગામથી નીકળી ગોલા, અછારણ, સાંધિયેર ખાતે થઈ સાંજે દેલાડ ગામે આવી પહોચી હતી. જયાં આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશે ભવ્ય સ્વાગત કરીને દાંડીયાત્રિકો સાથે જોડાયને વિશ્રામ સ્થીળ સુધી પગપાળા જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્યું્ હતું.
સાંજના સમયે યોજાયેલા દેશભકિત સભર સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રીશ્રી કાનાણીએ જણાવ્યું હતું કે, આઝાદીમાં જંગમાં કેટલાક વીરોએ આપેલા બલિદાનોથી નવી પેઢી અવગત થાય તેવા આશયથી આઝાદીનો અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વાલીઓ, શિક્ષકોએ આજ બાળપેઢીમાં માત્ર પુસ્તકીયા જ્ઞાનથી પર ઉઠીને દેશહિતના પાઠ શીખવવા પડશે. આઝાદીના લડવૈયાઓએ જે સુશાસન, સુખાકારીના સ્વપ્નાઓ જોયેલા તેમના સપનાઓ સાકારિત કરવા માટે સૌને કટિબધ્ધ થવાનો અનુરોધ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજની પેઢીમાં પ્રમાણિકતા, ઈમાનદારી, દેશદાજ હોય તો જ દેશ મજબુત બનશે. આજની આજની યુવા પેઢીને પૂ.ગાંધીબાપુના સંદેશમાંથી પ્રેરણા લઇ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
આ વેળાએ સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આપણા દેશના વૈજ્ઞાનિકોની અથાગ મહેનતના પરિણામે આપણે સ્વદેશી વેકસીન બનાવી શકયા છીએ. વિશ્વના અનેક દેશોમાં આપણી વેકસીનની ભારે માંગ છે ત્યારે સૌ કોઈને વેકસીન લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમીતભાઈ પટેલ, સુમુલ ડેરીના ડિરેકટરશ્રી જયેશભાઈ પટેલ, તા.પંચાયતના સદસ્યશ્રી જશોદાબેન, અગ્રણીશ્રી યોગેશભાઈ, રાકેશભાઈ, કરશનભાઈ, સરપંચશ્રી ભાવીનભાઈ, ડીઆરડી.ઓ.રાધિકાબેન લાઠિયા, મામલતદારશ્રી સકસેના, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *