શહેરમાં રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન કે એરિયલ મિસાઈલો, પેરાગ્લાઈડરના સંચાલકોએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશેઃ

સુરતઃસોમવારઃ- સુરત શહેર વિસ્તારમાં આવેલા વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, હજીરાપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ કમિશનર શ્રી અજય તોમરેએ એક જાહેરનામા દ્વારા શહેર પો.કમિશનર વિસ્તારમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન કે રીમોર્ટ કંટ્રોલ સંચાલિત એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર કે પેરાગ્લાઈડર, રીમોર્ટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવનાર સંચાલક કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે, મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. નોંધનીય છે કે, સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફટને જાહેરનામાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામું તા.૨૩/૩/૨૦૨૧ થી તા.૨૧/૦૦૫/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *