આરટીઓ(પાલ) દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,પાલ સુરત દ્વારા મોટરીંગ પબ્લીકની સરળતા માટે દ્વિ-ચક્રીય બે પૈડાવાળા પ્રાઈવેટ વાહનો માટેના નંબર ૧ થી ૯૯૯૯ માટેની GJ05.FY સીરીઝમાં  પસંદગી નંબરો માટે ઓનલાઇન  હરાજી થશે. પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો  તા.૨૬/૧0 થી તા.૨૯/૧૦/૨૦૨૦ દરમિયાન  http:/parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરાવી ઇ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. હરાજીનું બિડિંગ તા.૨૯/૧૦ થી તા.૩૦/૧૦/૨૦૨૦ ના રોજ સુધી ઓપન થશે, એમ આરટીઓ દ્વારા જણાવાયું છે. 
              તા.૦૨ નવે.ના રોજ ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા ફોર્મ અને બિડિંગ કર્યા બાદ ઈ-ફોર્મ કચેરીમાં જમા કરવાના રહેશે તેમજ અરજદારો ઈ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત(૭) દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે જે ફોર્મ કચેરીમાં રજુ નહિ હોય તો તેઓને પસંદગીના નંબર ફાળવવામાં આવશે નહિ એમ યાદીમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *