ભાવનગરના વડીલો તથા દિવ્યાંગજનો બાદ ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓ માટે પણ હવે “ટેસ્ટ ઓન કોલ” થકી ઘરઆંગણે કોરોના ટેસ્ટિંગની સુવિધા.

કોરોના મહામારીના કપરા કાળમાં ભાવનગર શહેરમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વયના સિનિયર સિટિઝન્સ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા અને કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ “ટેસ્ટ ઓન કોલ” સુવિધા તા.૨/૧૦/૨૦૨૦ થી શરૂ કરવામા આવેલ. જેમા હવેથી ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓને પણ રેપીડ ટેસ્ટની સુવિધા ઘર આંગણે મળી રહે તેવી નવી પહેલ અમલમા આવી છે. આવનારા સમયમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગજનોની સાથે સાથે ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓને પણ ઘર આંગણે કોરોના ટેસ્ટિંગની સુવિધાનો લાભ મળે તે માટે તંત્રએ પર્યાપ્ત તૈયારીઓ કરી છે.

કોરોના રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ૬૦ વર્ષ કે તેથી ઉપરના વયોવૃદ્ધ (સિનિયર સિટીઝન), દિવ્યાંગ વ્યક્તિઓ બાદ હવે ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓને પણ રેપિડ ટેસ્ટની સુવિધા ઘર આંગણે મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ ઓન કોલ covid-19 સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

ટેસ્ટ ઓન કોલ covid-19 સેન્ટર ખાતે જે કોઈપણ લોકો રેપિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ પોતાના પરિવારમાં ફ્ક્ત સિનિયર સીટીઝન અથવા દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો તથા મહિલાઓ માટે ફોન નં. ૦૨૭૮-૨૪૩૦૨૪૫ પર સંપર્ક કરી વોટ્સએપ નંબર મેળવી અને તે વોટ્સએપ નંબર પર સિનીયર સીટીઝનનો આધારકાર્ડ મોકલવાનું રહેશે. જેથી તેઓના રહેઠાણ સ્થળ પર આરોગ્ય ટીમ જઈને વિનામૂલ્યે રેપિડ ટેસ્ટ કરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *