લદ્દાખઃ એશિયાની સૌથી લાંબી જોજિલા ટનલનું કામ શરૂ, લદ્દાખ જોડાશે સમગ્ર દેશ સાથે.

લદ્દાખમાં 11 હજાર 578 ફૂટ ઉંચાઈ પર બની રહેલી એશિયાની સૌથી લાંબી ટનલની પહેલી બ્લાસ્ટ સેરેમની આજે યોજાઈ હતી. જેનું કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલી પહેલો બ્લાસ્ટ કરીને ઉદ્ધઘાટન કર્યું છે.

આ પ્રસંગે નીતિન ગડકરી ઉપરાંત લદાખના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર, મંત્રી વી કે સિંઘ ઉપરાંત અન્ય અધિકારીઓ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે “ટનલનું કાર્ય શરુ થવાથી લદાખ અને કાશ્મીરની અર્થ વ્યવસ્થાને બળ મળશે.

તાનાલના કાર્યમાં સરકારે રૂપિયા ચાર હઝાર કરોડની બચત કરી છે.” જોજીલા નામની આ ટનલ બનવાને કારણે લદાખ આખા વર્ષ દરમિયાન જમ્મુ -કાશ્મીર સહિત દેશ સાથે જોડાયેલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં 19 મેએ જોજીલા ટનલ પર કાર્ય શરૂ કરાવ્યું હતું. આ સુરંગ સામારિક દ્રષ્ટીથી ભારતીય સેના માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે આ ટનલને કારણે સૈન્ય પક્ષોની સમગ્ર વર્ષ દરમિયાન પરિવહન થઈ શકશે.

ટનલના નિર્માણ માટે 6 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 14.15 કિલોમીટર લાંબી આ જોજીલા સુરંગ ભારતની સૌથી લાંબી રોડ ટનલ તથા એશિયાની સૌથી લાંબી બે દિશાવાળી સુરંગ છે. શ્રીનગર ઘાટીને લેહ વેલીથી જોડતી આ ટનલ જોજીલા પાસથી ૩૦૦ ફૂટ નીચે બની રહી છે. જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ૩ કલાકનું અંતર ઘટીને ૧૫ મીનીટનું રહી જશે. આ પરિયોજના લદ્દાખના લોકોને દરેક ઋતુમાં કનેક્ટિવિટી આપવાને વાયદાને પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *