ગુજરાતમાં ક્યા આગળ ક્રૂઝ સેવા શરુ થશે ? જાણીને નવાઈ પામશો.

કેવડિયા ખાતે 31 ઓક્ટોબરના રોજ ક્રુઝ બોટનું લોકાર્પણ કરાશે.કેવડિયાથી StatueOfunity સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસની સુવિધા હાલ COVID19 ની ગાઈડલાઈનને પગલે એક કલાકમાં 100 પ્રવાસીઓને મળશે પ્રવેશ.ક્રુઝ બોટની ટિકિટ 413 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી.આ ક્રુઝમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોરોનાના કારણે 100 લોકોને જ ક્રુઝમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. અને ક્રુઝ બોટની ટિકિટ લગભગ 430 નક્કી કરવામાં આવી છે.

કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન મોદી પણ ખાસ હાજરી આપવાનાં છે. ત્યારે મોદી ગુજરાતમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન પણ કરશે. તેઓ અમદાવાદ રીવરફ્રન્ટથી સી પ્લેનની યોજનાનું ઉદ્ઘાટન કરશે અને આ પ્લેન મારફતે તેઓ કેવડિયા જશે. ત્યાં તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 

news18.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *