ITI (આઈ.ટી.આઈ ) ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર.

કોવિડ-19ની મહામારીના કારણે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ કે સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓની પ્રત્યક્ષ તાલીમ તા.૨૧ સપ્ટેમ્બરથી શરૂ ન કરવા રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે. ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં તા.૨૧/૦૯/૨૦૨૦ થી તાલીમી કાર્ય શરૂ કરી શકાશે તેવી કેન્દ્ર સરકારની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસંધાને હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ગુજરાતની આઇ.ટી.આઇ.માં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હોવાનું રોજગાર અને તાલીમ ખાતાની યાદીમાં જણાવાયું છે.   

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓની મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, નવી દિલ્હી દ્વારા તા. ૦૭/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં તાલીમી કાર્ય તા. ૨૧/૦૯/૨૦૨૦ થી શરૂ કરી શકાશે તેમ સૂચવ્યુ હતું.

રાજ્યમાં હાલ ચાલી રહેલી કોરોના વાયરસ(કોવિડ-19)ની મહામારીના કારણે તા.૨૧/૦૯/૨૦૨૦થી તાલીમાર્થીઓને સંસ્થા ખાતે રૂબરૂ બોલાવી તાલીમ આપવાનું કાર્ય બીજી સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતું બંધ રાખવા જણાવવામાં આવ્યુ છે. આ અંગેની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તથા સંબંધિત તાલીમાર્થીઓએ નોંધ લેવા રોજગાર અને તાલીમ ખાતાના નાયબ નિયામક શ્રી દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *