જમ્મુ કાશ્મીરના સાંબામાં ભારત-પાકિસ્તાન સરહદે સુરંગ મળી. તપાસનો ધમધમાટ.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક 20 ફૂટ લાંબી અને 3-4 ફૂટ પહોળી સુરંગ મળી આવી હતી. ભરતમાં આતંકી ઘુસણખોરી માટા આ સુરંગ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આવેલ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલી વાડની નીચે આ સુરંગ મળી છે. જે પાકિસ્તાનમાં શરુ થાય છે અને સાંબામાં પુરી થતી હોવાની ધારણા વ્યકત કરવામાં આવી છે. ભારતમાં આવેલા સુરંગના મોઢાને રેતી ભરેલી કોથળીઓ વડે સંતાડવામાં આવ્યું હતું. આ કોથળીઓ પાકિસ્તાનમાં બનેલી હતી અને તેના પર ‘કરાંચી’ લખેલું છે. 

BSF રેન્જના આઈજી એનએસ જામવાલે જણાવ્યું હતું કે આને લઈને અમને એક ઈનપુટ મળ્યું હતું. આ કેસમાં પાકિસ્તાનના અધિકારીઓને ફરીયાદ કરાશે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરાશે. રેતીની થેલીઓની સ્થિતિ જોતા એવું લાગે છે કે સુરંગ તાજેતરમાં જ બનાવાઈ રહી હતી. આટલી મોટી સુરંગ પાકિસ્તાન રેન્જર્સ અને બીજી એજન્સીઓની મંજૂરી વગર ન બનાવી શકાય.

આ સુરંગની તપાસ કરવા માટે એક વિશેષ ટીમ મોકલવામાં આવી છે. સાથે જ  વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેઓ બીજી સુરંગની તપાસ કરી રહી છે. આ સુરંગ સાંબાના ગલર ગામની અંદર મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય સીમા તરફ 170 મીટરના અંતરે આ સુરંગ આવેલી છે. આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાને આતંકી ઘુસણખોરી માટે આવી સુરંગ બનાવી હોય. આ પહેલા પણ સીમા પરથી વી સુરંગો પકડાઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *