ફિલ્મી ઢબે પીછો કરી હત્યાના અપરાધીને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડતી સુરત શહેર પોલીસ.

સુરત શહેર પોલીસના પુણાગામ પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગડરિયાને આજ રોજ સાડા ત્રણ વાગ્યે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યો કે એક હત્યાનો ગુનો બન્યો છે. પીઆઈ તરત જ હત્યારાને પકડવા નીકળી પડે છે અને તરત બીજો કોલ આવે છે કંટ્રોલમાંથી કે ખબર આપનાર હત્યારો ક્યાં છે એની વિગત જાણે છે. ખબર આપનારને વોચ રાખવા માટૅ જણાવી જ્યા સુધી તેઓ નહિ પંહોચે ત્યાં સુધી એનો પીછો કરવા પીઆઈ ગડરિયા જણાવે છે. બીજી બાજુ હત્યારો એક વિધાર્થીને ભોળવીને ” મને ઈજા થઈ છે મને લઈ ચાલો ” એમ કહી વિધાર્થીના ટુ વ્હીલર પર બેસીને ભાગવા જાય છે. પરંતુ પીઆઈ ગડરિયાએ પીછો કરી ટુ વ્હીલરને ટક્કર મારી એને પાડી દે છે. વિધાર્થી તરત પીઆઈશ્રી પાસે આવીને બધી વિગતો આપે છે. સુરત શહેર પોલીસના અધિકારીએ સતત પીછો કરી, દિવાલો કૂદીને ભાગતાં અપરાધીને ઝડપી પાડે છે અને સ્થાનિક લોકોની મદદથી અપરાધીને પોલીસ સ્ટેશન લઈ જવાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *