ઉસૈન બોલ્ટની પાર્ટીમાં ગયેલા ક્રિસ ગેઈલનો કોરોના રિપોર્ટ શું આવ્યો ?

ક્રિસ ગેઈલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગેઇલે કહ્યું કે તેણે આઈપીએલ માટે રવાના થતા પહેલા બે વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમનાર વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલનો કોરોના વાયરસનો ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગેઈલ યુસેન બોલ્ટની જન્મ દિવસ પાર્ટીમાં સામેલ થયો હતો. બોલ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

IPL2020 Usain Bolt Corona Positive After Birthday Party; Chris Gayle is in trouble too | IPL2020 उसेन बोल्ट वाढदिवसाच्या पार्टीनंतर कोरोना पॉझिटिव्ह; ख्रिस गेलही अडचणीत

સ્ટાર એથ્લેટ યુસેન બોલ્ટ માટે મહેમાનો સાથે જન્મ દિવસ પ્રસંગે એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલ્ટે પાર્ટી પછી કોરોના રિપોર્ટની તપાસ કરાવી હતી, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોલ્ટની પાર્ટીમાં ક્રિકેટર ક્રિસ ગેઈલ સિવાય ફૂટબોલર રહીમ સ્ટર્લિંગ અને લિયોન બેલી સામેલ હતા. જોકે બોલ્ટ સંપૂર્ણ રીતે સારો થઈ ગયો છે અને હાલ સેલ્ફ ઓઇસોલેશન પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *