પુલવામા આતંકી હુમલો સંદરેભે લગભગ દોઢ વર્ષ બાદ NIAએ 13,500 પાનાંઓની ચાર્જશીટ દાખલ કરી.

પુલવામા આતંકી હુમલો સંદરેભે લગભગ દોઢ વર્ષ બાદ NIAએ 13,500 પાનાંઓની ચાર્જશીટ દાખલ કરી. લગભગ 20 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી.પુલવામા કેસમાં લગભગ દોઢ વર્ષ બાદ એક મોટું અપડેટ આવ્યું છે. 40 જવાનો પર થયેલા જીવલેણ હુમલા મામલે હવે NIAએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જમ્મૂની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ 13,500 પાનાંઓની છે.

જેમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ચાર્જશીટમાં જૈશનો આતંકી મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઈસનું નામ સામેલ છે. આ સાથે જ જૈશના કેટલાક કમાન્ડરના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે.

 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરફીએફના જવાનો પર પાકિસ્તાનના ઈશારે હુમલો થયાના તારણ પર NIAની ટીમ પહોંચી છે. અને આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ છે. NIAની ટીમની તપાસમાં જોવા મળ્યું છે કે હુમલામાં વપારેલા 20 કિલો આરડીએક્સને પાકિસ્તાનથી લવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *