રાજયમાં આજે 1067 નવા કેસો નોંધાયા તો 63,065 ટેસ્ટ કરવામાં આવ્યા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1067 કેસ સામે આવ્યા છે અને 13 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1021 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.રાજ્યમાં આજે 63,065 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 18,19,198 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 87846 થયો છે અને મૃત્યુઆંક 2910એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 70250 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14686 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 વેન્ટિલેટર પર અને 14611ની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *