હાઈ બ્લડપ્રેશર અને ૭૨ વર્ષના હોવા છતાં ચુનીલાલભાઈએ કોરોનાને મ્હાત આપી

કોરોના સંક્રમિત થયેલા સુરત શહેરના વરિષ્ઠ નાગરીકો હિંમતભેર આ ગંભીર બિમારીને મ્હાત આપી રહ્યા છે. પોતાના સ્વજનો સ્વસ્થ થઇ પરિવારમાં પરત ફરતાં અનેક પરિવારોના ઘરમાં ખુશાલીભર્યું વતાવરણ જોવા મળે છે. આવા સંજોગોમાં સામાન્ય જનતા માટે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ આશિર્વાદરૂપ બની છે. રાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ હજારો દર્દીઓનો સારવારનો ખર્ચ ઉઠાવી તેમને રાહત આપી છે.
મૂળ અમરેલી જિલ્લાના બાબરાના વતની અને વરાછાના હીરાબાગ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા શહેરના ૭૨ વર્ષીય ચુનીલાલ પરમાર સતત ૧૦ દિવસ ઓક્સિજન પર રહીને કોરોના સામેની જંગ લડીને સ્વસ્થ પોતાના પરિવારમાં પરત ફર્યા છે. તેઓને બીપીની તકલીફ પણ છે. છતાં હિંમત હાર્યા વિના તેમણે આ મહામારીને મ્હાત આપી છે.
ચુનીલાલભાઈ જણાવે છે કે, ન્યુમોનિયાની તકલીફ થતા મને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ત્યાં મને સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટર મારી તપાસ-મોનિટરીંગ માટે નિયમિત આવતા હતા. સવારનો નાસ્તો, બપોરનું અને સાંજનું જમવાનું નિયમિત આવતું હતું. ભોજન શરીરને માફક આવે તેવું અને ઘર જેવું હતું. તેમજ પીવાના પાણીની મિનરલ બોટલ પણ જરૂરિયાત મુજબ તેમજ ઉકાળેલું પાણી પણ આપવામાં આવતું હતું. આમ ધીરે ધીરે હાલતમાં સુધાર આવતા તા.૦૯ ઓગસ્ટના રોજ મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સારવારના બાર દિવસ થયા છે અને હું સંપૂર્ણ સ્વસ્થ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *