કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના 150 વિદ્યાર્થીઓએ ઓરિએન્ટેશન તાલીમ લીધી.

સુરતમાં રાજય સ્તરીય ઉચ્ચ અધિકારીઓની ટીમના કોરોના દર્દીઓને બહેતર સુવિધા મળી રહે તેવા પ્રયાસોમાં વધુ ૧૫૦ તબીબોની સેવાથી જરૂર બળ મળશે.
કોરોના મહામારીમાં દર્દીઓની સેવામાં સુરત મેડીકલ કોલેજ MBBS પોસ્ટ ગ્રેજ્યુએટ ૧૫૦ તબીબો સજ્જ બન્યા છે. ઈન્ટરશીપ પુર્ણ થયા બાદ કોરોના સંદર્ભે બે દિવસીય સધન તાલીમ બાદ તબીબી વિદ્યાર્થીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રતિજ્ઞાબધ્ધ બન્યા હોવાનું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું છે.


પ્રાપ્ત વિગતો મુજબ ૧૫૦ તબીબો જોડાવાથી આરોગ્યની સારવાર સુવિધામાં વધારો થશે. દિવસરાત દર્દીઓની સેવા કરતાં ડોક્ટરોને સહાયરૂપ થવાં અને વધતાં કેસોને પહોંચી વળવા ૧૫૦ જેટલા એમ.બી.બી.એસ. ડોક્ટર્સ કોરોના વોરિયર્સ બની કોવિડ ડ્યૂટીમાં જોડાશે. બે દિવસની ઓરિએન્ટેશન ટ્રેનિંગમાં ઈન્ફેકશન પ્રિવેન્શન અને કંટ્રોલ, કાળજી અને કોરોનાથી પોતાની જાતને કેવી રીતે રક્ષણ કરવું એની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત, સાથી તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓની સારવારમાં તમામ પ્રકારની સાવચેતી અંગે માહિતગાર કરાયા હતાં. પીપીઈ કિટ પહેરતી વખતે એક બીજાને મદદરૂપ થઈ કોવિડ વોર્ડમાં જતાં પહેલાં “બડી ટેક્નિક”ને અપનાવે. બડી એટલે સાથી ડોક્ટર કે નર્સ. પી.પી.ઈ.કીટ પહેરવામાં આ સાથીમિત્રની લેવામાં આવતી મદદને બડી ટેક્નિક કહેવાય છે. હેન્ડ હાઇઝિન અને સેલ્ફ હેલ્થ પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *